પંચાયત વિભાગ બન્યું સૌથી ભ્રષ્ટ, લાંચિયા અધિકારીઓ ને પકડવાની કામગીરી ACB દ્વારા શરૂ કરાઇ

ગુજરાતમાં ACB દ્વારા ભ્રષ્ટ સરકારી બાબુઓ ને પકડવા કાર્યરત જોવા મળે છે. આવા લાંચિયા અધિકારીઓ ને પકડવાની કામગીરી acb દ્વારા કરવામાં આવી રહી છે.

Update: 2022-05-28 11:37 GMT

ગુજરાતમાં એસીબી દ્વારા ભ્રષ્ટ સરકારી બાબુઓ ને પકડવા કાર્યરત જોવા મળે છે. આવા લાંચિયા અધિકારીઓ ને પકડવાની કામગીરી acb દ્વારા કરવામાં આવી રહી છે. 2022 ના વર્ષમાં એસીબીએ કરેલા કેસમાં સૌથી ભ્રષ્ટ ખાતુ પંચાયત વિભાગ રહ્યું છે તો ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગનો બીજો ક્રમ રહ્યો જ્યારે ત્રીજા નંબર પર શહેરી વિકાસ વિભાગ રહ્યું. જેમાં ક્લાસ વનના 3 અધિકારી, ક્લાસ 2 ના 15 અધિકારી, ક્લાસ 3ના 44 કર્મચારી અને ક્લાસ 4ના 4 તેમજ ખાનગી 35 લોકોને લાંચ લેતા ઝડપ્યા છે. મહત્વનું છે કે આ વર્ષે હજુ એક કેસ અપ્રમાણસર મિલકતનો બહાર આવ્યો છે.

આકંડાઓ પરથી ખ્યાલ આવે છે કે પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ સૌથી ભ્રષ્ટ વિભાગ તરીકે જોવા મળે છે. એસીબીને પણ અનેક વિભાગમાં ભ્રષ્ટાચાર ને લઈને ફરિયાદ મળી રહી છે..જેથી એસીબીની જુદી જુદી ટીમો એ ખાનગી ડ્રેસમા આ ખાતા પર વોચ રાખી રહી છે અને લોકોને પણ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા જાગૃત કરી રહી છે. આપને જણાવી દઈએ કે, ACB એ ભ્રષ્ટાચારને દૂર કરવા અને લાંચિયા સરકારી બાબુઓને પકડવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ લોકોને પણ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી લઈને માહિતી આપવાની અપીલ કરી છે. ગત 2 વર્ષમાં રાજ્યમાં ક્લાસ-1 અને ક્લાસ-2 ના અનેક અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ક્લાસ-1 અને ક્લાસ-2 ના 74 અધિકારી વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો નોંધાયો છે. ACBએ વર્ગ-1 ના 14 અને વર્ગ-2ના 60 અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાથે વર્ગ-3ના 253, વર્ગ-4ના 9 અને 141 વચેટીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 372 કેસોમાં 71 આરોપીની ધરપકડ કરવાની બાકી છે.રાજ્યમાં 2 વર્ષમાં 99 પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા છે. અધિકારીઓની ભ્રષ્ટ વૃત્તિનું દહન ક્યારે થશે?. લાંચિયાઓને લાલચ પર લગામ કેવી રીતે આવશે? સરકારના મંત્રીની જાહેરાત બાદ હવે લોકોએ જવાનું છે અને કોઈ પણ કામ માટે જો સરકારી અધિકારી રૂપિયાની માગણી કરે તો વીડિયો ઉતારી મંત્રીજીને મોકલવાનો છે. મંત્રીએ ખાતરી આપી છે કે વિડિયો ને ખરાઈ કરી તાબડતોબ એક્શન લેવાશે. 

Tags:    

Similar News