આજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Update: 2024-01-25 07:46 GMT

આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઊપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરો મહત્ત્વ છે. આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસથી પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. આજે સવારે 8 વાગ્યે ગબ્બર પર્વત ઉપરથી મા અંબાની અખંડ જયોત લાવીને શક્તિદ્વાર પર મા અંબાની મહાઆરતી કર્યા બાદ મા અંબા હાથી ઊપર સવાર થઈને અંબાજી નગરની પરિક્રમાએ નિકળ્યા હતા. પોષ મહિનામાં આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રિનો અનેરુ મહત્વ હોય છે. જેમાં મા અંબાને શાકભાજીનો શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં મા લખેલા ફૂલોના શણગારને જોઈને ભક્તો માની આરાધના કરતા જોવા મળ્યા હતા.

Tags:    

Similar News