વલસાડ: સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ઉઠાંતરી, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને બાળક સાથે ઝડપી પાડી

Update: 2021-12-13 16:29 GMT

વલસાડમાં સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે ગાયનેક વોર્ડમાંથી એક મહિલાનું નવજાત બાળક અજાણી મહિલા ચોરી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. બાળકની માતાને જાણ થતાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને ઘટનાની જાણ કરી પોલીસની ટીમે વલસાડ જિલ્લામાં નાકાબંધી કરીને નવજાત બાળકને ચોરી કરી ગયેલી મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા નવજાત બાળકને ચોરી કરનારી મહિલા સિવિલ હોસ્પિટલમાં જ અડિંગો જમાવી બેઠી હતી. મહિલાને બાળક મળતા ત્યાંથી મહિલા સામાન મૂકીને ફરાર થઇ ગઈ હતી. જોકે, સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજના આધારે વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાને બાળક સાથે ઝડપી પાડી છે. વલસાડ ST ડેપો ઉપરથી સુરત તરફ જતી બસમાંથી મહિલાને ઝડપી પાડી છે. વલસાડ LCB એ આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ LCBની ટીમ મહિલાની પ્રાથમિક પૂછપરછ કરી રહી છે. બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું છે.

Tags:    

Similar News