વલસાડ : ગાડીમાં ચોર ખાનું બનાવી ગાંજાનો જથ્થો રૂરલ પોલીસે ઝડપી પાડ્યો બે ઇસમોની કરી અટકાયત

Update: 2021-09-09 14:09 GMT

વલસાડ રૂરલ પોલીસની ટીમે ઓરિસ્સાથી સુરત લઈ જવાતો 61 કિલો ગાંજા સાથે બે લોકોની અટકાયત કરી છે. માફિયાઓ દ્વારા ગાડીમાં ચોરખાનું બનાવી ગાંજાની હેરાફેરી કરતાં હતા હતા. હાલ તો પોલીસ દ્વારા વધુ તપસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહીતી મુજબ, વલસાડ પોલીસની ટીમ પારનેરા હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન સુરત તરફ જતી MH-48-A-5686 નંબરની કારણે અટકાવી કારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. કારની ડીકીમાં સ્પેરવ્હિલ મુકવાની જગ્યાએ એક ચોર ખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું. જે ચોર ખાનામાંથી સૂકી વનસ્પતિ મળી આવી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક વલસાડ FSLની ટીમને મદડે બોલાવી ગાંજાનો જથ્થો હોવાનું FSLની ટીમે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. રૂરલ પીએસઆઇ એલ.જી. રાઠોડની ટીમે તપાસ હાથ ધરતા ટીમે 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી છે. આ ગાંજો ઓરિસ્સાથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો હાલ અત્યારે સિકંદર નામના યુવકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે પોલીસ દિવસે દિવસે આધુનિક ઉપકરણોથી સજ્જ થઈ રહ્યું છે ત્યારે તેની સામે ગુનેગારો પણ હેરાફેરી માટે અવનવા કીમિયાઓ અપનાવી પોલીસને પડકાર આપી રહ્યા છે.

Tags:    

Similar News