ચીઝથી લથબથ પીત્ઝા બહુ ભાવે છે? તો જાણી લો કે એ હેરોઈન જેટલું જ એડિક્ટિવ છે

Update: 2016-02-22 08:23 GMT

ઘણા લોકોને રોજ એકવાર ચીઝની વાનગી ન ખાય તો ચેન ન પડે. ક્‍યારેક તો ઘણાને ચીઝવાળા પીત્‍ઝા, પાસ્‍તા, સેન્‍ડવિચ વગેરે ખાવાની લિટરલી તલપ ઉપડે છે. એનો સ્‍વાદ બહુ ભાવે એવો છે એટલા માટે નહીં પણ એક એડિકટવ છે એટલે ચીઝ ખાવાનું વારંવાર મન થાય છે. આ અંગે રિસર્ચરોના કહેવા મુજબ ચીઝમાં રહેલા ખાસ પ્રકારના કેમિકલ્‍સને કારણે એ એડિકિટવ અસર મગજ પર અસર કરે છે.

ફૂડ-એડિકશન કેવી કેવી ચીજોનું થઈ શકે એમ છે એ શોધવા માટે રિસર્ચરોએ ૫૦૦ સ્‍ટુડન્‍ડસ પર પ્રયોગ કર્યો હતો. એડિકિટવ-લિસ્‍ટમાંથી પીત્‍ઝા સૌથી મોખરે હતા. લોકોને પીત્‍ઝા બહુ ભાવે છે એનુ મુખ્‍ય કારણ એમાં વપરાતુ ભરપૂર ચીઝ છે. ચીઝ દૂધમાંથી બને છે અને એમા કેસેઈન નામનું પ્રોટીન ખૂબ જ કોન્‍સન્‍ટ્રેડ માત્રામાં હોય છે. ચીઝનું પ્રોસેસિંગ જે રીતે કરવામાં આવે એને કારણે આ પ્રોટીન મગજ પર વ્‍યસન જેવી અસર પેદા કરે છે. કેસેઈન પ્રોટીન પચે એટલે એમાંથી કેસોમોર્ફિન્‍સ નામનું કેમીકલ રિલીઝ થાય છે. આ કેમીકલ મગજમાં ડોપામાઈન નામના ન્‍યુરોટ્રાન્‍સમીટર કેમીકલનો સ્‍ત્રાવ વધારે છે. એને કારણે મગજને વારંવાર એ ચીજનું ક્રેવિંગ થાય છે.

 

Similar News