શું તમે ચોમાસામાં ગરમીની સિઝન કરતાં ઓછું પાણી પીવો છો? તો જાણી લો આ બાબતો...

સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

Update: 2023-07-10 08:39 GMT

સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

કેમ કે પાણી પીવાથી ન માત્ર ડિહાઈડ્રેશનની પ્રોબ્લેમ દૂર થાય છે પરંતુ કબજિયાત અને શરીર સાથે જોડાયેલી અન્ય ઘણી બીમારીઓમાંથી પણ છુટકારો મળે છે. હેલ્થ એક્સપર્ટ દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ગરમીના મોસમમાં આપણને વધુ તરસ લાગે છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે ચોમાસામાં તમારે દરરોજ કેટલુ પાણી પીવુ જોઈએ અને કેમ?

· દરેક ઋતુમાં પોતાને હાઈડ્રેટ રાખો

આપણુ શરીર 70 ટકા સુધી પાણીથી બનેલુ હોય છે. જ્યારે શરીરમાં પાણીની અછત થાય છે તો ડિહાઈડ્રેશનના કારણે કોશિકાઓ એટલે કે સેલ્સ સંકોચાઈ જાય છે અને યોગ્ય રીતે કામ પણ કરી શકતા નથી. પોતાનુ કામ યોગ્ય રીતે કરવા માટે કોશિકાઓને ભરપૂર પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. આપણે દરેક ઋતુમાં હાઈડ્રેટ રહેવુ જોઈએ.

· ચોમાસામાં કેટલુ પાણી પીવુ જોઈએ?

જો તમને પિત્તની સમસ્યા હોય તો તમારે દરરોજ પોતાને કુલ રાખવા માટે 3 કે સાડા ત્રણ લિટર પાણી પીવુ જોઈએ. જો તમને કફ રહેતા હોય તો તમે કુદરતી રીતે પાણીને શોષી લો છો. જો તમને વાત હોય તો તમને આખો દિવસ તરસ ન લાગે અને પછી થાક લાગે. વાત ધરાવતા લોકોએ દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વાતને દૂર કરે છે. તે પિત્ત દોષને સંતુલિત કરે છે અને કફને વધતા અટકાવે છે.

· ભરપૂર પાણી પીવાથી ઘણી બીમારી સાજી થઈ જાય છે

ઉનાળો હોય કે શિયાળો તમારે દરેક ઋતુમાં ભરપૂર પ્રમાણમાં પાણી પીવુ જોઈએ કેમ કે બદલાતી ઋતુ સાથે ઘણી બીમારીઓનું જોખમ પણ વધે છે અને તેનાથી બચવામાં પાણી તમારી ખૂબ મદદ કરે છે. પાણી પીવાથી તમારુ શરીર હાઈડ્રેટેડ રહે છે. ઈમ્યૂનિટીને પ્રોત્સાહન મળે છે. શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે. લીવર, પેટ અને કિડની સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. જો તરસ ન લાગી હોય તો પણ પોતાને હાઈડ્રેટ રાખવા માટે પાણી જરૂર પીવો. 

Tags:    

Similar News