સ્વાસ્થ્યને થતાં આ લાભોથી મગફળીને કહેવાય છે “ગરીબોની બદામ”, જાણો તેના ફાયદા વિષે.....

Update: 2023-07-28 12:31 GMT

ગરીબોની બદામ તરીકે ઓળખાતી મગફળીમાં અનેક પોષકતત્વો આવેલા હોય છે. મગફળી ખાવાથી વજન ઓછું થાય છે. કારણ કે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. શરીરને જરૂરી પોષકતત્વો મળે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે જો ડ્રાયફ્રૂટ્સ ખાવા પરવળે તેમ ના હોય તો તમે મગફળી ખાઈને પણ ડ્રાયફ્રૂટસ ખાધા સમાન લાભ મેળવી શકો છો. મગફળીમાં પણ એવા ઘણા ગુણ આવેલા છે જે ડ્રાયફ્રૂટસમાં આવેલા છે. જો તમે મગફળી ખાવાનું રાખશો તો તમારે ડ્રાયફ્રૂટસ ખાવાની પણ જરૂર નહીં પડે.

જાણો મગફળી ખાવાના ફાયદા

· મગફળી ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ તમારાથી દૂર રહે છે. ખાસ કરીને જે લોકોનું વજન વધારે હોય અને વારંવાર ભૂખ લાગતી હોય તે લોકોએ મગફળી ખાવાનું રાખવું જોઈએ. એક મૂઠી મગફળી ખાવાથી પણ કલાકો સુધી ભૂખ નથી લાગતી. અને ધીરે ધીરે શરીરની ચરબી ઘટવા લાગશે.

· જો તમને ડાયાબિટીસના શરૂઆતથી જ લક્ષણો જોવા મળે તો મગફળીનું સેવન શરૂ કરવું જોઈએ. તેનાથી હાઇ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

· મગફળીમાં પોલીફેનોલીક નામનું એંટીઓકસીડેન્ટ આવેલું હોય છે. તે કેન્સર સામે લડવામાં પણ અસર દેખાડે છે. મગફળીનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે.

· મગફળીમાં એવા ફેટી એસિડ આવેલા હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. મગફળીનું સેવન કરવાથી શરીરમાં રહેલા અભિસાપ્ત પદાર્થ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. નિયમિત એક મુઠ્ઠી મગફળી ખાવાથી સ્કિનને પણ અનેક ગણો ફાયદો થાય છે.

Tags:    

Similar News