મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ,વાહન વ્યવહાર ખોરવાયો

Update: 2020-09-23 06:31 GMT

મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસ્તાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે. અને  થાને, રાયગઢમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં અતિભારે  વરસાદના કારણે લોકલ ટ્રેનો અને બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરાયા છે અને તેમા ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે.

મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ઠપ જોવા મળી છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags:    

Similar News