બંગાળની ખાડીમાં વાવાઝોડાની સીસ્ટમ સક્રિય, આ રાજયોમાં થઇ શકે છે વરસાદ

Update: 2020-05-16 10:07 GMT

દેશ હાલ કોરોના વાયરસ સામે ઝઝુમી રહયો છે તેવામાં બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતાં હવે કમોસમી વરસાદનો ખતરો વધી ગયો છે. બંગાળની ખાડીમાં ઉદભવી રહેલાં સંભવિત વાવાઝોડાને અમ્ફાન નામ આપવામાં આવ્યું છે. 


હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ એમ્ફાન વાવાઝોડું તારીખ 17 મેના રોજ ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં તેનું ચોક્કસ અનુમાન લગાવી શકાશે કે વાવાઝોડું કઈ દિશામાં જશે. વાવાઝોડના કારણે આંદામાન-નિકોબારમાં 15 અને 16 મી મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત  કેરળ, ઓરિસ્સા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.  જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે 70 કીલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. હાલ ખેતરોમાં પાકની કાપણી ચાલી રહી હોવાના કારણે કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતાતુર બની ગયાં છે.

Tags:    

Similar News