દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ નવા કોરોના કેસ નોંધાયા, 2713 દર્દીના મોત

Update: 2021-06-04 05:23 GMT

કોરોના સંક્રમણનો ભય હજી સમાપ્ત થયો નથી. ભારતમાં દરરોજ વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કોરોના કેસ આવ્યા છે અને 2713 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 લાખ 7 હજાર લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે, છેલ્લા દિવસે 77,420 સક્રિય કેસોમાં ઘટાડો થયો હતો. બુધવારે 1 લાખ 34 હજાર 154 લાખ નવા કોરોના કેસ નોંધાયા હતા અને 2887 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આજે સતત 22 મા દિવસે દેશમાં કોરોના વાયરસના નવા કેસો કરતાં વધુ રિકવરી મળી છે. 3 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 41 લાખ 9 હજાર 448 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. ગત રોજ 28 લાખ 75 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 20.75 લાખ કોરોના ટેસ્ટ કરાયા હતા, જેનો પોઝિટિવિટી રેટ 6 ટકાથી વધુ છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2 કરોડ 85 લાખ 74 હજાર 350 કેસ નોંધાયા છે જ્યારે 2 કરોડ 65 લાખ 97 હજાર 655 લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. દેશમાં કુલ 16 લાખ 35 હજાર 993 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે 3 લાખ 40 હજાર 702 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Similar News