NIAની મોટી કાર્યવાહી દાઉદ ઈબ્રાહીમ પર 25 લાખનું ઇનામ કર્યું જાહેર

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે.

Update: 2022-09-01 11:03 GMT

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે. દાઉદના સાથી ઉપર પણ તપાસ એજન્સી ઈનામ રાખ્યું છે. NIA એ આ વર્ષે 3 ફેબ્રુઆરીના રોજ FIR દાખલ કરી હતી. જેમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, અનીસ ઇબ્રાહિમ, જાવેદ ચિકના, અને ટાઈગર મેમણ વિરુદ્ધ હથિયારોની તસ્કરી, નાર્કો ટેરરિઝમ, અંડરવર્લ્ડ ક્રિમિનલ સિન્ડિકેટ, મની લોન્ડરિંગ ઉપરાંત ખોટી રીતે જમીન હડપી લેવાનો આરોપ છે. આ ઉપરાંત જૈશ અને અલ કાયદા જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો પણ એફઆઈઆર માં ઉલ્લેખ છે. હવે NIA એ આ મામલે આ તમામ કુખ્યાત આતંકીઓ પર ઈનામ જાહેર કર્યા છે.

દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા, છોટા શકીલ પર 20 લાખ રૂપિયા, જ્યારે અનિસ ઈબ્રાહિમ, જાવેદ ચીકના અને ટાઈગર મેમણ પર 15-15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનના કરાચીને પોતાનું ઠેકાણું બનાવ્યું છે.1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટ ઉપરાંત ભારતમાં અનેક આતંકી ગતિવિધિઓ પાછળ દાઉદનો હાથ છે. વર્ષ 2003માં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ તેના પર 25 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. હાફિઝ સઈદ, મૌલાના મસૂદ અઝહર, સૈયદ સલાહુદ્દીન, અબ્દુલ રઉફ અસગર સાથે સાથે દાઉદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીમાંથી એક છે. 

Tags:    

Similar News