લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્ર થયો હાજર; નિર્દોષ સાબિત કરવા પુરાવા કર્યા રજૂ

લખીમપુર હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર મુખ્ય આરોપી આશિષ મિશ્રએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોલીસને 3-4 વીડિયો આપ્યા છે.

Update: 2021-10-09 11:44 GMT

લખીમપુર હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજર મુખ્ય આરોપી આશિષ મિશ્રએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોલીસને 3-4 વીડિયો આપ્યા છે. અહીં પોલીસે અંકિત દાસના ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રના પુત્ર અને લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા બાદ 'નિર્દોષતાના પુરાવા' રજૂ કર્યા છે. આશિષ મિશ્ર અને તેમના વકીલે પુરાવા તરીકે એક ડઝન સોગંદનામા દાખલ કર્યા. આ સાથે પોલીસને પેન ડ્રાઈવમાં ત્રણથી ચાર વીડિયો પણ આપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વીડિયોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. જોકે અહીં, લખિમપુર ક્રાઈમ બ્રાન્ચે લખનઉથી આ કેસ સંબંધિત અંકિત દાસના ડ્રાઈવર સહિત બે લોકોની અટકાયત કરી છે. અંકિત દાસની શોધ ચાલુ છે.  

Tags:    

Similar News