એશિયા કપ 2023 IND vs BAN : સુપર-4ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું

Update: 2023-09-16 03:45 GMT

એશિયા કપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 6 રને હારનો સાનો કરવો પડ્યો હતો. શુભમન ગિલની જોરદાર સદી પણ ટીમ ઈન્ડિયાને આ હારમાંથી બચાવી શકી નથી. બદલાવ સાથે મેચમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગ આ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહી અને બાંગ્લાદેશે આપેલા 266 રનના ટાર્ગેટના જવાબમાં 259 રન જ બનાવી શકી.

એશિયા કપમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલ બાંગ્લાદેશે આ મેચ માટે પોતાના કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે, જ્યારે ફાઇનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયામાં પણ 5 ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી હતી, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્માએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ તનઝીમ હસન સાકિબે પણ બાંગ્લાદેશ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેમાંથી, 20 વર્ષીય બાંગ્લાદેશી બોલરે સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો. તેણે પહેલા બેટથી અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. .

Tags:    

Similar News