કોંગ્રેસે પંજાબ માટે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાથી જીત માટે લડશે

કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે

Update: 2022-01-15 10:48 GMT

કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 86 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, નાયબ મુખ્યમંત્રી સુખજિન્દર રંધાવા અને ઓ પી સોની સહિત ઘણા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે.

પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર મુખ્યમંત્રી ચન્ની ફરી એકવાર ચમકૌર સાહિબથી ચૂંટણી લડશે. સિદ્ધુ તેમની વર્તમાન બેઠક અમૃતસર પૂર્વથી, રંધાવા તેમની વર્તમાન બેઠક ડેરા બાબા નાનકથી અને સોની તેમના વર્તમાન મતવિસ્તાર અમૃતસર મધ્યથી પણ ચૂંટણી લડશે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવા કડિયાનથી ચૂંટણી લડશે.તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયેલા માલવિકા સૂદ મોગાથી પાર્ટીના ઉમેદવાર હશે. તે અભિનેતા સોનુ સૂદની બહેન છે.નોંધનીય છે કે પંજાબની તમામ 117 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

Tags:    

Similar News