દિલ્હી : ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક પૂર્ણ, નવા પ્રદેશ પ્રમુખ અંગે અવઢવ...

Update: 2021-10-22 08:46 GMT

રાજ્યમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ માટેની બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં રાહુલ ગાંધી રાજ્યના તમામ મોટા નેતાઓ સાથે ચર્ચા કરી હતી સૂત્રોથી જે ખબર મળી રહી છે, તે મુજબ આવતા સપ્તાહમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. જોકે, પ્રમુખની સાથે વિપક્ષના નેતાના નામની પણ જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના પ્રભારી ડો. રઘુ શર્મા રહ્યા હાજર હતા.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે નબળી કોંગ્રેસને બેઠી કરવા દિલ્હીમાં મંથન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં નવા પ્રમુખના નામની સાથે 4થી 5 ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. તો રાજસ્થાનના કદાવર નેતા અશોક ગેહલોતને ગુજરાતમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. પ્રમુખ પદની રેસમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો પાટીદાર પ્રમુખ બનશે તો વિપક્ષી નેતા તરીકે ઓબીસી નેતાની નિમણુંક કરવામાં આવે તેવી શક્યતા છે.

વિપક્ષ નેતામાં વિરજી ઠુમ્મર, પૂંજા વંશના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. તો રાજ્યના સિનિયર નેતાઓને સલાહકાર મંડળમાં સમાવાશે કેમ્પેઇન કમિટીના ચેરમેન તરીકે કોઈ નવો ચહેરો મુકવામાં આવશે. મહિલા કોંગ્રેસ પ્રમુખમાં પણ નવો ચહેરો મુકવામાં આવશે. રાજ્યના સંગઠનમાં તમામ જ્ઞાતિને સાચવવામાં આવશે. તો 15થી વધુ જિલ્લા શહેરના પ્રમુખ બદલાશે કેન્દ્રમાંથી વિધાનસભાની ચૂંટણી પહેલા 4 ઝોનમાં સેક્રેટરી મુકવામાં આવશે આમ આવનાર સપ્તાહ ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનું સાબિત થશે રાજ્યના તમામ નેતાઓને આંતરિક વાદ વિવાદ ભૂલી કામે લાગી જવા પણ રાહુલ ગાંધીએ સૂચના આપી છે.

Tags:    

Similar News