દેશની અર્થવ્યવસ્થા અંગે નાણામંત્રી સીતારામણે સંસદમાં મહત્વનું નિવેદન આપ્યું, વાંચો વધુ...

ભારત દેશની અર્થવ્યવસ્થાને લઈને નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, કોરોનાને કારણે વર્ષ 2020-21માં GDPમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

Update: 2022-02-11 03:37 GMT

ભારત દેશની અર્થવ્યવસ્થાને લઈને નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, કોરોનાને કારણે વર્ષ 2020-21માં GDPમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21માં GDPમાં 9.57 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાનું નિવેદન નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં આપ્યું હતું. ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ પર ચર્ચાના જવાબ દરમ્યાન આ મહત્વની વાત કહી હતી. આ સાથે જ અમૃતકાળ તરફ વધવા માટે મોદી સરકારે ઘણા પગલાં ઉઠાવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જનધન યોજનાને કારણે આજે તમામ ભારતીય નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયા છે. હાલમાં જનધન ખાતાઓમાં 1.57 લાખ કરોડ જમા છે અને તેમાં 55.6 ટકા ખાતા મહિલાઓના નામે છે. કોંગ્રેસના શાસનમાં અંધકાર પ્રવર્તતો હતો, ત્યારે હાલ ભારત દેશના છેવાડાના દરેક ગામ સુધી વીજળી પહોંચાડવામાં આવી છે તેવું પણ નાણામંત્રીએ જણાવ્યુ હતું.

જોકે, તાજેતરમાં જ રજૂ થયેલા બજેટમાં મહેસૂલી ખર્ચની સરખામણીએ મૂડીગત ખર્ચને આગળ ધપાવવાના સરકારના નિર્ણય અંગે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલી ખર્ચ પર ખર્ચવામાં આવતા દરેક રૂપિયાની ગુણાત્મક અસર 45 પૈસા છે. એટલે કે, નફો એક રૂપિયાથી ઓછો છે. જો આ એક રૂપિયાનો મૂડી ખર્ચ હોય તો તેની ગુણાત્મક અસર 2.45 રૂપિયા થશે. સાથે જ આગામી વર્ષે એક-એક રૂપિયાના મૂડીખર્ચની ગુણાત્મક અસર રૂ. ૩.૧૪ રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો. સરકાર મૂડી ખર્ચ માટે લોન લઈ રહી છે. જોકે, વર્ષ દરમિયાન આવકનો ખર્ચ પણ પૂરતો થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News