ચૂંટણી પૂર્વે ઇન્ડિયા ગઠબંધન ફરીએકવાર તૂટ્યું! આ પક્ષ લડશે એકલા હાથે ચૂંટણી

લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનનો સામનો કરવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે.

Update: 2024-03-11 05:52 GMT

લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનનો સામનો કરવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે. પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા આ મહાગઠબંધન તુટી જશે તેવું લાગી રહ્યું છે. ઝારખંડમાં, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ જાહેરાત કરી છે કે તે રાજ્યની 14 લોકસભા બેઠકોમાંથી 8 પર તેના ઉમેદવારો ઉભા કરશે. સીપીઆઈએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળ બાદ હવે ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન તૂટી ગયું છે. CPIએ જાહેરાત કરી છે કે તે ઝારખંડની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ રવિવારે ઝારખંડમાં વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાથી અલગ થવાની જાહેરાત કરતા કહ્યું કે તે રાજ્યની 14 લોકસભા બેઠકોમાંથી 8 પર એકલા ચૂંટણી લડશે. સીપીઆઈનો લોકસભામાં ઝારખંડમાંથી કોઈ સાંસદ નથી. સીપીઆઈના રાજ્ય સચિવ મહેન્દ્ર પાઠકે જણાવ્યું કે ભાજપે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે હજુ સુધી બેઠક વહેંચણી અંગે કોઈ વાતચીત થઈ નથી. તેથી અમે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

Tags:    

Similar News