મહારાષ્ટ્ર: ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર મરાયા

નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા

Update: 2021-11-13 11:54 GMT

મહારાષ્ટ્રના ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોએ શનિવારે બપોરે કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં આઠ નકસલીઓને ઠાર માર્યા હતા. કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા સુરક્ષા સાથે પોલીસ સજ્જ થઈ હતી અને ઘેરો ઘાલીને નકસલીઓને આંતર્યા હતા અને ગોળીબારમાં તેમને ઠાર કર્યા હતા. સૂત્રોએ તો એવું પણ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ ઘાયલ થયા છે. એસપી અંકિત ગોયેલે જણાવ્યું કે સવારે 6.30 વાગ્યે પોલીસ અને માઓવાદી વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. એન્કાઉન્ટર બાદ જ મોતનો સાચો આંકડો બહાર આવી શકે છે હાલમાં આઠના મોતની શક્યતા છે. મહારાષ્ટ્રમાં સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન પાર પાડીને ઓછામાં ઓછા 8 નકસલીઓને ઠાર માર્યા છે.

Tags:    

Similar News