NIA ઇન NCB : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ઈન્ટરનેશનલ કનેક્શનની આશંકા, કેસ ટ્રાન્સફર થવાની શક્યતા..!

Update: 2021-10-30 04:02 GMT

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની તા. 2 ઓક્ટોબરે અટકાયત અને તા. 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. અંતે 26 દિવસ બાદ આર્યન ખાનને જામીન મળ્યા છે. જોકે, જામીન મળ્યા બાદ શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ બેલ ઓર્ડર 5.30 વાગ્યા સુધીમાં જેલને મળ્યો નહોતો અને તેથી તા. 30 ઓક્ટોબરની સાંજ સુધી આર્યન ખાનને જેલમાં રહેવું પડ્યું છે. આર્યન સહિત ત્રણેય આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે.

જોકે, આર્યન ખાનના જામીન વચ્ચે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ની ટીમ પણ ગત શુક્રવારે મુંબઈ સ્થિત NCBની ઓફિસે પહોંચી હતી, ત્યારે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર લાંચ લેવાના આરોપ વચ્ચે NIAની એન્ટ્રીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, NIAની ટીમે NCBના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આર્યન ખાન ડ્રગ્સ કેસ સાથે સંકલાયેલી તમામ જાણકારીઓ મેળવી હતી. જોકે, NCBએ કોર્ટની સામે ઈન્ટરનેશનલ ડ્રગ કનેક્શન એન્ગલની વાત કહી હતી. NCBએ વિદેશ મંત્રાલયને પણ આ અંગે પત્ર લખ્યો છે. મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ કનેક્શન જોતાં કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે, ત્યારે હવે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવો વણાંક આવે તેવી શક્યતા પણ રહેલી છે.

Tags:    

Similar News