લતા મંગેશકરના નિધન પર ગોવામાં પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલી રદ

ગાયિકા લતા મંગેશકરનું રવિવારે અવસાન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગોવામાં વર્ચ્યુઅલ રેલી રદ કરવામાં આવી છે.

Update: 2022-02-06 09:10 GMT

ગાયિકા લતા મંગેશકરનું રવિવારે અવસાન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગોવામાં વર્ચ્યુઅલ રેલી રદ કરવામાં આવી છે. PM મોદી આજે અંતિમ દર્શન કરવા મુંબઈ જઈ રહ્યા છે. લતાજીના અંતિમ સંસ્કાર સાંજે 6.30 વાગ્યે શિવાજી પાર્કમાં પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આજે બીજેપીએ ગોવા માટેનો ઢંઢેરો જાહેર કરવાનો હતો. નોંધનીય છે કે, પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ કોરોના અને ન્યુમોનિયાથી પીડાતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, શનિવારે તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે ગાયિકા લતા મંગેશકરના નિધન બાદ ગોવા ભાજપે પીએમની રેલી અને પાર્ટીના અન્ય મોટા કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. સાવંતે કહ્યું કે સુપ્રસિદ્ધ ગાયકના નિધન બાદ ગોવામાં બે દિવસનું મૌન પાળવામાં આવ્યું છે.

Tags:    

Similar News