રાજસ્થાન: શ્રીગંગાનગરમાં ખેતતલાવડીમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત,લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ દુખ વ્યક્ત કર્યું

ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી માં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા

Update: 2022-07-31 11:22 GMT

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક ખૂબ આઘાતજનક ઘટના બની છે જેમાં ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડી માં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા હતા. . બધાની ઉંમર 10 વર્ષની છે. ઘટનાની ખબર મળતા લોકો ખેતરમાં દોડી ગયા હતા અને બાળકોની લાશ બહાર કાઢી હતી.

ખેતરમાં બનેલી તલાવડીમાં 8 જેટલા બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન એક બાળક ઊંડા પાણી તરફ ગયો અને ડૂબવા લાગ્યો. આ દરમિયાન અન્ય બાળકો પણ તેને બચાવવા માટે પાણીમાં ઉતર્યા હતા અને તેઓ પણ ડૂબી ગયા હતા. આ દરમિયાન બહાર ઊભેલા 3 બાળકોએ અવાજ કર્યો, ત્યારબાદ ત્યાં નજીકના ખેતરમાં કામ કરતો એક વ્યક્તિ આવ્યો. જેમણે બીજા લોકોને અવાજથી બોલાવીને બાળકોને બહાર કાઢ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યા હતા.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, "શ્રીગંગાનગર અનૂપગઢ વિસ્તારમાં ડૂબી જવાથી ઘણા બાળકોના અકાળે મોત અત્યંત દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે. આ અપાર દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની સાથે છે. ઓમ શાંતિ!

Tags:    

Similar News