ભારતમાં કોરોનાનો ઝડપથી ઘટાડો, છેલ્લા 24 કલાકમાં માત્ર 347 દર્દી નોંધાયા

શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે.

Update: 2022-11-25 07:02 GMT

દેશમાં કોરાનાના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. આ સિવાય દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 5,516 થઈ ગઈ છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,30,604 લોકોના મોત થયા છે અને 4,41,34,710 લોકો સ્વસ્થ થયા છે.

છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં એક-એક દર્દીનું મોત થયું છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના સંક્રમણના 408 નવા કેસ નોંધાયા હતા. જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે 61 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.80 ટકા છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 219.89 ડોઝ આપવામાં આવ્યા છે.

Tags:    

Similar News