રાશન ફ્રી : કેન્દ્ર સરકાર 80 કરોડ લોકોને રાશન ફ્રી અપાશે જેનાથી સરકારને 2 લાખ કરોડનું ભારણ વધશે

Update: 2022-12-23 16:40 GMT

શુક્રવારે કેન્દ્ર સરકારે ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે. તેનાથી કેન્દ્ર સરકાર 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર અનુક્રમે 3,2,1 રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા, ઘઉં પ્રદાન કરે છે. સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફત રહેશે.

અગાઉ કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં સરકારે આ યોજનાની સમય મર્યાદામાં ત્રણ મહિના માટે વધારીને 31 ડિસેમ્બર સુધી કરી હતી. આ યોજના કોવિડના સમયે ગરીબ લોકોને રાહત આપવા માટે લાવવામાં આવી હતી. છેલ્લા 28 મહિનામાં સરકારે ગરીબોને મફત રાશન પર 1.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે

Tags:    

Similar News