અદાણી ગ્રુપની બે કંપનીઓને લઈને NSE એ વાંચો શું લીધો મોટો નિર્ણય

Update: 2023-02-07 05:44 GMT

ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડાનું મુખ્ય કારણ બનેલ અદાણી ગ્રૂપના શેરો અંગે સતત નવી નવી અપડેટ્સ આવતી રહે છે અને આ શ્રેણીમાં ગઈકાલે નેશનલ સ્ટોક એક્સચેન્જે એક મોટો નિર્ણય લીધો હતો જેની અસર અદાણી ગ્રુપના બે શેરના રોકાણકારો પર જોવા મળશે. ભારતીય બજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) એ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ ની સર્કિટ મર્યાદામાં સુધારો કરીને તેને 5 ટકા કર્યો છે.

ગયા અઠવાડિયે જ નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી જૂથને આ બે કંપનીઓ એટલે કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન શેર પ્રાઇસ બેન્ડ 20 ટકાથી સુધારીને 10 ટકા કરી હતી. નોંધનીય છે કે NSE એ આ ફેરફાર એટલા માટે કર્યો કર્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન શેરમાં ટુંક સમયમાં થનાર કોઈ મોટી મુવમેન્ટ ને ટાળી શકાય, જેથી રોકાણકારોને ભારે નુકસાન થવાની શક્યતાથી બચાવી શકાય.છેલ્લા 9 ટ્રેડિંગ દિવસોમાં અદાણી ગ્રૂપ ના તમામ કંપનીની માર્કેટ મૂડી રૂ.9.5 લાખ કરોડ એટલે કે લગભગ 49 ટકાનો ઘટાડો થયો છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ટ્રેડિંગના અંતે અદાણી જૂથની દસમાંથી છ કંપનીઓના શેર નુકસાનમાં બંધ થયા હતા. 

Tags:    

Similar News