શેરમાર્કેટના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

શેર માર્કેટમાં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે નિધન થયું

Update: 2022-08-14 04:04 GMT

શેર માર્કેટમાં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે નિધન થયું છે, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ તરફથી તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. આજે સવારે 6 વાગીને 45 મિનિટે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા ભારતના વોરેન બફેટ કહીને પણ ઘણા લોકો સંબોધતા હતા. શેર માર્કેટમાં પૈસા બનાવ્યા બાદ તેઓ એરલાઇન સેક્ટરમાં હાલમાં જ ઉતર્યા હતા. આકાસા નામક એરલાઇન કંપનીમાં મોટું રોકાણ કર્યું અને સાતમી ઓગસ્ટે જ એરલાઇન શરૂ થઈ. આકાસાની પહેલી એરલાઇન મુંબઈથી અમદાવાદ માટે ઊડી હતી અને કેન્દ્રના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. 13મી ઓગસ્ટે ઘણા બધા રૂટ્સ પર કંપનીએ પોતાની સર્વિસ શરૂ કરી.

નોંધનીય છે કે માત્ર પાંચ હજાર રૂપિયાથી તેમણે શેર માર્કેટમાં રોકાણ શરૂ કર્યું હતું અને ધીમે ધીમે એવું દિમાગ દોડાવ્યું કે તેમની પાસે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી થઈ. આજે તેમની નેટવર્થ 40 હજાર કરોડ રૂપિયા છે. એટલે જે તો તેમને બિગ બુલ અને વોરેન બફેટ કહેવામાં આવતા હતા.

Tags:    

Similar News