પંજાબના નવા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરાશે

ભગવંત માને જાહેરાત કરતા જણાવ્યું કે, 'તારીખ 23 માર્ચના રોજ ભગતસિંહના શહીદ દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.

Update: 2022-03-17 12:04 GMT

પંજાબના નવા મુખ્યમંત્રી બનતાની સાથે જ CM ભગવંત માન એક્શનમાં આવી ગયા છે. ભગવંત માને જાહેરાત કરતા જણાવ્યું કે, 'તારીખ 23 માર્ચના રોજ ભગતસિંહના શહીદ દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.

પંજાબના લોકો હવે વોટ્સએપના આધારે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરાવી શકશે.CM ભગવંત માને કહ્યું કે, ' આ હેલ્પલાઇન નંબર ઇમાનદાર ઓફિસરો અને કર્મચારીઓ માટે નહીં પરંતુ લાંચ લેનારા ઓફિસરો માટે છે. તેઓને બિલકુલ છોડવામાં નહીં આવે. તેઓની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.' CM માને કહ્યું કે, '23 માર્ચનાં રોજ શહીદ દિવસ પર હું એક હેલ્પલાઇન શરૂ કરીશ કે જે મારો અંગત વોટ્સએપ નંબર હશે. પંજાબમાં જો કોઈ તમારી પાસેથી લાંચ માંગે તો તેને તુરંત ના પાડો, વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ બનાવો અને તે નંબર પર મોકલજો. મારી ઓફિસ તે મામલે વધુ તપાસ કરશે અને જે પણ ગુનેગાર હશે તેને બક્ષવામાં નહીં આવે.'

Tags:    

Similar News