નવા ઇલેકટ્રીકલ સ્કૂટર પર રોક લગાવવામાં આવી, તાબડતોબ આપ્યા મોટા આદેશ

દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે

Update: 2022-04-29 07:39 GMT

દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આમાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થઇ ચુક્યા છે એટલા માટે જ સરકાર આ ઘટનાને લઈને ઘણી ગંભીર છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સરકાર ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓનાં નવા મોડલ લોન્ચ કરવા પર પણ રોક લગાવી છે.

આ ઘટનાઓને લઈને હાલમાં જ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઇલેક્ટ્રિક વેહીકલ્સ કંપનીઓ સાથે એક મિટિંગ કરી હતી. આ મિટિંગમાં મંત્રાલયે મૌખિક આદેશ માં કહ્યું હતું કે હાલમાં તેઓ પોતાના નવા મોડેલ માં લોન્ચ ને અટકાવી દે. અત્યાર દેશભરમાં લગભગ બે ડઝન ઇલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સરકારે દંડ પણ ફટકાર્યો આ પહેલા નીતિન ગડકરીએ ઘણા ટ્વીટ સીરીઝમાં કંપનીઓને કડક ચેતવણી આપી હતી કે બધી ડેફેકટીવ ગાડીને પાછી લેવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે સાથે જ જાણકારી પણ આપી હતી કે સરકારે આ ઘટનાની તપાસ માટે એક એક્સપર્ટ કમિટી બનાવી છે. કમિટીને આ ઘટનાઓને અટકાવવાના ઉપાયો શોધવાનું પણ કહેવામાં આવ્યું હતું. કમિટીની તપાસનો રિપોર્ટ ના આધાર પર સરકાર ડિફોલ્ટ કરનાર કંપનીઓ મારે અનિવાર્ય આદેશ જાહેર કરશે. જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ક્વોલિટી પર કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર થશે અને જો ક્વોલિટીના મામલામાં કોઈપણ કંપનીની બેદરકારી સામે આવે છે, તો તેના પર મોટો દંડ લગાવવામાં આવશે.     

Tags:    

Similar News