આવતીકાલે કેન્દ્રિય કેબિનેટની બેઠક, કૃષિ કાયદા બાબતે લેવાશે મહત્વનો નિર્ણય !

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક બોલાવી છે જેમાં કૃષિ કાયદા રદ કરવાને મંજૂરી આપવામાં આવશે.

Update: 2021-11-23 10:37 GMT

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક બોલાવી છે જેમાં કૃષિ કાયદા રદ કરવાને મંજૂરી આપવામાં આવશે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં ક્રિપ્ટોકરન્સી સહિત ઘણા મુદ્દે ચર્ચા થશે. તે સંબંધિત મોટું એલાન થવાનું પણ નકારી ન શકાય. તાજેતરના ભૂતકાળમાં સરકારે ક્રિપ્ટોકરન્સી અંગે અનેક મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. સાથે જ હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર તેના પર નવું બિલ લાવવાની તૈયારીમાં છે. તેને કેબિનેટ તરફથી મંજૂરી મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવી શકે છે. આવી સ્થિતિમાં સરકાર તેના પર પ્રતિબંધ નહીં મૂકે, પરંતુ તેને કડક નિયમોના દાયરામાં લાવવાના પ્રયાસો ચોક્કસ કરવામાં આવશે.

Tags:    

Similar News