ભારતમાં હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો? અમેરિકા અને ચીનના પગલા પર નજર

સતત વધી રહેલા ભાવોએ સામાન્ય લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે.

Update: 2021-11-18 10:45 GMT

આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી સામાન્ય જનતા પરેશાન છે. અલબત્ત, દિવાળી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રાહત આપી હતી. પરંતુ તે પહેલા સતત વધી રહેલા ભાવોએ સામાન્ય લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. હવે એવો સમય છે કે કદાચ ડ્યૂટીમાં રાહત મળવા છતાં પેટ્રોલ ડીઝલના કમરતોડ ભાવ સામાન્ય માણસને હેરાન પરેશાન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે.ઓક્ટોબરના અંત સુધીમાં, અમેરિકામાં પેટ્રોલની કિંમત પ્રતિ બેલર 85 ડોલરને પાર કરી ગઈ છે.આવી સ્થિતિમાં બિડેન સરકાર તેને રોકવા માટે નવી રણનીતિ અપનાવવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં, બિડેન એડમિનિસ્ટ્રેશન યુએસ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) બહાર પાડવાની યોજના બનાવી રહ્યું છે. હવે અમેરિકાની સાથે ચીન પણ ઈમરજન્સી ઓઈલ રિઝર્વ ચાલુ રાખવા અંગે વિચારી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો આ દેશો તેમના તેલના ભંડારને મુક્ત કરે છે, તો તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

Tags:    

Similar News