જુનાગઢ : કાળવા ચોક નજીક આવારા તત્વોએ દુકાન સળગાવી, કારણ જાણી આપ પણ ચોંકી ઊઠશો..!

Update: 2020-09-19 09:34 GMT

જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વોનો ત્રાસ ખૂબ વધી ગયો છે, ત્યારે ગત શુક્રવારની રાત્રિએ શહેરના કાળવા ચોક વિસ્તારમાં આવેલી એક પાનબીડીની દુકાનને કેટલાક આવારા તત્વો સળગાવી દીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં આવેલ ગણેશ પાનની દુકાનમાં કેટલાક આવારા તત્વોએ આવી ધમપછાડ મચાવી હતી. જેમાં દુકાનદાર સાથે ગેરવર્તન કરી ઉધારમાં ચીજવસ્તુઓની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દુકાનદારે ઉધારમાં વસ્તુ આપવાની ચોખ્ખી ના પાડતાં આવારા તત્વોએ દુકાનમાં પેટ્રોલ છાંટી દુકાનને સળગાવી દીધી હતી. જેમાં દુકાનદારે સમય સૂચકતા વાપરી ત્યાથી નાસી છૂટતા તેનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. જોકે દુકાનમાં રહેલ માલ-સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે દુકાનદારે જુનાગઢ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા ગુંડા ધારા કલમ લાવી આવારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે, ત્યારે હવે જો આવારા તત્વો પર લગામ લગાવવામાં નહીં આવે તો જનતા રોડ ઉપર ઉતરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Tags:    

Similar News