ખેડા : ઇટલીના દંપતીએ માતૃછાયા અનાથ આશ્રમના બાળકને દત્તક લીધું, સૌકોઈની આંખમાં આવ્યા હર્ષના આંસુ

Update: 2021-03-08 16:12 GMT

માતૃત્વ ઝંખતી ઇટલીની મહિલાની ઈચ્છા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિને ખેડા જિલ્લાના નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમથી મળેલ દત્તક બાળકથી પૂર્ણ થઇ હતી. નડિયાદ શહેરના માતૃછાયા અનાથ આશ્રમના 6 વર્ષીય બાળકને ઈટલીના દંપતીને દત્તક આપવામાં આવ્યું હતું.

ઈટાલીના પિએટ્રો દે રિયેંઝો અને અને તેમના પત્ની મારિયા એલિશાએ 2 વર્ષ પહેલા ભારતની કારા વેબસાઈટ પરથી બાળક દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમની આ ઇચ્છા આજે નડિયાદના આંગણે ફળી હતી. અમદાવાદના રીઝનલ ઓફિસર રેન મિશ્રાના હસ્તે 6 વર્ષીય બાળકને દત્તક આપવામાં આવ્યું હતું, ત્યારે સંસ્થામાંથી બાળકની વિદાય વેળા સંસ્થામાં હાજર સૌકોઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. જોકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિને ઇટલીની મહિલાને સંતાનનું સુખ મળતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો.

Tags:    

Similar News