ખેડા : લોકડાઉન વેળા સંતરામ મંદિરની પહેલ, અન્નપૂર્ણા હોલ ખાતે 500થી વધુ જરૂરિયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા

Update: 2020-03-25 12:15 GMT

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવતા દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સાક્ષર ભૂમિ તરીકે જાણીતા ખેડા જિલ્લાના નડીઆદમાં આવેલ શ્રી સંતરામ મંદિર દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

કુદરતી આફતો વચ્ચે હરહંમેશ સેવા માટે તત્પર રહેતું તેવા નડીઆદના શ્રી સંતરામ મંદિર દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરીસ્થિતમાં કોઈ પણ જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે માટે શ્રી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજની આજ્ઞાથી લોકસેવા શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી 14 એપ્રિલ સુધી જરૂરિયાતમંદ લોકો માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે અન્નપૂર્ણા હોલ ખાતે આશરે 500થી વધુ લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Similar News