ગાંધીધામ પંથકમાં સ્થાપિત ટીમ્બર ઉદ્યોગને કરોડોનું નુકશાન

Update: 2020-06-30 06:52 GMT

ક્ચ્છ જિલ્લામાં સેંકડો ઉધોગો આવેલા છે જે હાલ મંદીમાં સપડાયા છે આજે વાત કરવી છે ટીમ્બર ઉધોગની કચ્છના ઔધોગિક હબ ગાંધીધામ પંથકમાં બે હજાર જેટલી સો મિલ આવેલી છે જે પૈકી 80 ટકા એકમો મજૂરોના અભાવે બંધ છે ઉધોગને લોકડાઉનના કારણે બે હજાર કરોડનો ફટકો પડયો છે

પૂર્વ ક્ચ્છ એટ્લે કે, ગાંધીધામ પંથક ઔધોગિક હબ તરીકે જાણીતું છે અહીં વિવિધ એકમો આવેલા છે. કચ્છમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ આવેલા હોવાથી ટીમ્બર ઉધોગને વિશાળ પ્રમાણમાં સ્થાપિત છે. પોર્ટમાંથી આયાત નિકાસ મારફતે લાકડા મોકલવામાં આવે છે મોટાભાગે ઓધોગિક એકમો,ફર્નિચર,બાંધકામ ક્ષેત્રમાં લાકડાનો ઉપયોગ થતો હોવાથી ટીમ્બર ઉધોગને વિશાળ તકો છે આ ઉધોગમાં મજૂરોની અનિવાર્યતા છે લાકડા ઉપાડવા,ફિનિશિગ,શિફ્ટીંગ સાહિતના કામોમાં મજૂરો કામ કરે છે પણ લોકડાઉનમાં મજૂરો હિજરત કરી જતા ઉધોગો બંધ થઈ ગયા છે.

ગાંધીધામ પંથકમાં 2000 જેટલી સો મિલ અને 100 પ્લાયવુડ મિલ આવેલી છે. લોકડાઉન બાદ મજૂરોને અભાવે 80 થી 85 ટકા એકમો બંધ છે. જેથી પ્રોડક્શન પણ બંધ છે જેને કારણે 1500 થી 2 હજાર કરોડનું નુકશાન થયું છે. ટીંબર ઉદ્યોગની હાલત કફોડી બનતા સરકારને પણ લાકડા પરની જીએસટી તેમજ કસ્ટમ ડ્યુટીની આવક ઘટી છે. સરકારની 20 ટકા એમએસઇ ઉધોગોને રાહતની જાહેરાત છે પણ તેનો લાભ મળતા હજી 6 થી 8 મહિના વીતી જશે. હાલના સંજોગોમાં ટીમ્બર ઉધોગ મંદીના માર સહી રહ્યો છે.

Tags:    

Similar News