મહેસાણા : ડાભલા નજીક કારની અડફેટે 2 મહિલાનું મોત, ફરાર કારચાલકની પોલીસે શોધખોળ આરંભી

Update: 2021-01-20 07:53 GMT

મહેસાણા જિલ્લાના ડાભલા ગામ નજીક કારની અડફેટે આવી જતાં 2 મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના ડાભલા ગામ નજીક ચાર રસ્તા પર ગફલતભરી રીતે હંકારી આવતા એક ઇકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં 2 મહિલાઓને અડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક સ્થળ પર જ કાર મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ટોળે વળ્યા હતા. ત્યારબાદ હાજર લોકોએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે 2 મહિલાના મોતનો ગુન્હો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Tags:    

Similar News