મહેસાણા : ઉંઝા એપીએમસીમાં 109 કરોડ રૂપિયાની કથિત કરચોરી, જુઓ પોલીસે કોની કરી ધરપકડ

Update: 2021-01-05 10:38 GMT

ઉંઝા એપીએમસીમાંથી જીએસટી વિભાગે કરોડો રૂપિયાનું કરચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું. રાજયના સૌથી મોટા કરચોરી કૌભાંડમાં એપીએમસીના ડિરેક્ટર સંજય ઉર્ફે શંકર પટેલની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ઊંઝા કરચોરીના મામલે જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઊંઝા APMCના ડિરેક્ટર અને આ કૌભાંડના માસ્ટર માઈન્ડ સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. સંજય પટેલ પર બેનામી પેઢીઓ ઉભી કરી સરકારને નુકશાન લગાવવાનો આરોપ છે. ખોટા ઈ-વે બિલ અને ખોટી પેઢીઓ ઉભી કરી સરકારને ચુનો લગાડવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ટ ગણાતાં સંજય પટેલને GST વિભાગે બાતમીના આધારે રાજસ્થાનના માઉન્ટ આબુની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે.

Full View

થોડા દિવસ પેહલા GST વિભાગને જીરાની કોમોડીટીમાં આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ લોકોના દસ્તાવેજોનો દુરૂપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરી આ બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી, ભરવાપાત્ર GST ન ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેને લઇને ઊંઝામાં અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નજીવી આવક ધરાવતા લોકો જેવા કે ડ્રાઇવર, ખેતમજુરો, ગટર સાફ સફાઇવાળા, ન્યૂઝ પેપર ડીલીવરીમેન, પાન મસાલાના ગલ્લા ચલાવનારાઓને દસ્તાવેજોનો નાણાકીય પ્રલોભન આપી દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આમ અનેક પેઢીઓ દ્વારા રૂપિયા 109.97 કરોડના ઇ-વે બીલ જનરેટ કરી અત્યાર સુધીમાં તપાસ મુજબ રૂપિયા 6.31 કરોડની કરચોરી કરવામાં આવી છે.

Tags:    

Similar News