નર્મદા : કેવડીયામાં સૈન્યની ત્રણેય પાંખોની સંયુકત કોન્ફરન્સ, રક્ષામંત્રી રાજનાથસિંહે કરાવ્યો પ્રારંભ

Update: 2021-03-05 10:42 GMT

કેવડીયા હવે રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો યોજાઇ રહી છે. હાલ સમગ્ર વિશ્વની નજર કેવડીયા પર છે કારણ કે કેવડીયામાં દેશની ત્રણેય સેનાની સંયુકત કોન્ફરન્સનો પ્રારંભ થયો છે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહયું છે. હાલ કેવડીયામાં આવેલી ટેન્ટ સીટી- 2 ખાતે આર્મી, નેવી, એરફોર્સના ટોચના અધિકારીઓની કોન્ફરન્સનો શુક્રવારના રોજથી પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રક્ષા મંત્રી રાજનાથસિંહની હાજરીમાં કોન્ફરન્સનો પ્રારંભ કરાયો છે.

આવતીકાલે પૂર્ણાહુતિના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમન પહેલાં કેવડીયાને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. રક્ષા મંત્રાલયના ઉપક્રમે યોજાઇ રહેલી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા અને બાહય સુરક્ષાની ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ત્રણેય વડાઓ હાજર હોવાના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર અને કેવડિયા વિસ્તાર નો ડ્રોન ઝોન જાહેર કરી દેવાયાં છે.

Tags:    

Similar News