નિસર્ગ વાવાઝોડું ગુજરાતમાં નહિ આવે પણ ભારે વરસાદની આગાહી

Update: 2020-06-02 10:57 GMT

નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યાં છે. વાવાઝોડાની દિશા બદલાતા હવે તે દક્ષિણ ગુજરાતના બદલે દમણ અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ટકરાશે. 

કોરોનાના કહેર વચ્ચે સંકટ બનીને આવેલું “નિસર્ગ” નામનું ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી સંભાવના હતી. હવામાન વિભાગ દ્વારા 3 જૂનના રોજ વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી. જો કે આજે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી રાહતના સમાચાર લઈને આવી છે. હવે નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર અને દમણના દરિયાકાંઠાઓ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે વાતાવરણમાં ભારે તબદીલી જોવા મળી રહી છે. સુરત,, વલસાડ, ભરૂચ અને નવસારી  સહિતના જિલ્લાઓમાં આવતીકાલે વરસાદ થવાની સંભાવનો વ્યક્ત કરવામાં આવી છે. જો કે ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ છે. દરેક દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRF ટીમો ઉતારવામાં આવી છે. નુકશાન અને જાનમાલને પહોંચી વળવા રાહત ટીમોને ખડેપગે તૈનાત કરવામાં આવી છે.

Tags:    

Similar News