નવસારીઃ NHMનાં કર્મીઓનાં જિલ્લા પંચાયત સામે ધરણા, કોંગી MLA પણ જોડાયા

Update: 2018-09-27 09:32 GMT

પગાર વધારા બાબતે સ્થગિત કરાયેલા હુકમને લઈ કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે

નવસારી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન(NHM) સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. પગાર વધારા બાબતે સ્થગિત કરાયેલા હુકમ બાબતે હડતાળની જાહેરાત કરવામા આવી છે.

નવસારી જિલ્લામાં કાર્યરત નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન અને હડતાળમાં આયુષ તબીબ, મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફાર્મસીસ્ટ, લેબ ટેક્નિસિયન સહિતના કર્મચારી ઓ જોડાયા છે.

હેલ્થ વિભાગનાં કર્મચારીઓ ધરણા સાથે હડતાળ ઉપર ઉતરી જતાં જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવાઓને વ્યાપક અસર વર્તાયી છે. જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા.

Tags:    

Similar News