નેત્રંગ : ચાર રસ્તા વિસ્તારમાં છ મહિનાથી પડેલા ખાડાઓ પુરવાનું શરૂ કરાયું

Update: 2020-02-20 12:47 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે મુખ્ય રસ્તાઓ

પર પડેલા ખાડાઓ પુરવામાં આળસ દાખવી રહેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ

કલેકટરના આદેશ બાદ દોડતા થઇ ગયાં છે. 

નેત્રંગના ચારરસ્તા ઉપર ચોમાસાની સિઝનમાં

ભારે વરસાદી પાણીથી રસ્તાનું ભારે ધોવાણ થયું હતું અને રસ્તા ઉપર એક-એક ફુટ ઉંડા

ખાડા પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહયાં હતાં. માર્ગ

અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતાં તેમણે ડામરના રસ્તા પર માટીનું

પુરાણ કરી લીપાપોથી કરી હતી. ખાડાઓ વ્યવસ્થિત રીતે પુરવા માટે વારંવાર રજૂઆત કરવા

છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આળસ દાખવી રહયાં હતાં. આ બાબતે જાગૃત

નાગરિકોએ જિલ્લા કલેકટર એમ.ડી.મોડીયાને ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાંની સાથે તેમણે

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આદેશ કરતાં ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં

આવી છે.

Tags:    

Similar News