પાલનપુર: બેંક ખાતામાં પૈસા જમા કરવા જતાં ૨ લાખ ૫૩ હજાર રૂપિયા લઈ એક ટાબરીયો થયો ફરાર

Update: 2019-07-17 07:25 GMT

પાલનપુરમાં બેન્ક ખાતામાં લાખો રૂપિયા જમા કરાવા આવેલા હોસ્પિટલના કમ્પાઉન્ડરને ૧૦ રૂપિયાની લાલચ ભારે પડી ગઈ ૧૦ રૂપિયા લેવા જતાં કમ્પાઉન્ડરને ૨ લાખ ૫૩ હજાર ખોવાનો વારો આવ્યો હતો.

પાલનપુર ખાતે ડોકટર બુરાનપુરીને ત્યાં કમાન્ડર તેમજ હોમગાર્ડમાં માનવ સેવા આપતાં પાલનપુર સોનબાગના મુકેશભાઈ ડાભી ગુરુનાનક ચોકમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં હોસ્પિટલના પૈસા જમા કરવા ગયા હતા. પરંતુ બેંકમાં વધુ ભીડ જોતા પરત નીકળવા પોતાની સાઈકલ પાસે ગયા હતા.

જોકે પહેલાથી એક શખ્સ સાઈકલ પાસે જઈ ૧૦ રૂપિયા ફેંકી તમારાં ૧૦ રૂપિયા પડી ગયા છે તેમ કહેતાં મુકેશભાઈ ૧૦ રૂપિયા લેવા જતાં બીજાને ઈશારો કરી બોલાવતા ગેંગના બે શખ્સ આવે છે જેમાંથી એક પહેલાં વાળા વ્યક્તિ પાસે ઉભો રહે છે અને એક ટાબરીયો નજર ચૂકવી સાયકલ પરથી ૨ લાખ ૫૩ હજારનો થેલો લઈ ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ઘટના બેંકની બાજુમાં આવેલી દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાનની જાણ થતાં LCB પીઆઈ વાઘેલા સહિત પોલીસની ટિમ ઘટના સ્થળે પોહચી હતી અને CCTV ફૂટેજના આધારે ટાબરીયાં ગેંગને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.

Tags:    

Similar News