રાજકોટ : જેતપુરમાં પિતાને કોરોના થયો અને પુત્રએ સૌથી મોટી કોવીડ હોસ્પિટલ ઊભી કરી દીધી

Update: 2020-10-14 12:49 GMT

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની સૌથી મોટી કહી શકાય એવી 56 બેડની કોવિડ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેતપુરમાં રહેતા લક્ષ્મણ ભાઈના પરિવારમાં કોરોના આવતા તેમને પોતે જ કોરોનાની સારવાર માટેની હોસ્પિટલ ઊભી કરી દીધી.

આખો દેશ છેલ્લા ઘણા સમયથી કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે આવા સમયે જેતપુર તાલુકાની સૌથી મોટી કોવિડ હોસ્પિટલનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જેતપુરમાં રહેતા લક્ષ્મણ ભાઈ ખટ્ટવાણીના પિતાને કોરોના પોઝિટિવ આવતા તેમને જે તકલીફ પડી તેવી તકલીફ જેતપુરમાં રહેતા સામાન્ય વ્યક્તિઓને ના પડે તે માટે લક્ષ્મણભાઈ ખટ્ટવાણી, નાયડુભાઈ, દિવ્યરાજસિહ ચુડાસમા, દેવિરાજસિહ ચુડાસમા સહિતના લોકોએ સાથે મળીને જેતપુરમાં કોવીડ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

જેતપુરના જેતલસર ગામ નજીક આ કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં આઇ.સી.યુ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવશે. આ પ્રસંગે જેતપુર મામલતદાર દ્વારા આ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેઓ એ જણાવ્યું કે, જેતપુરના દર્દીઓને રાજકોટ કે જૂનાગઢ સારવાર માટે ના જવું પડે તે માટે અહીંયા હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News