રાજકોટ : એમ.જી. હોસ્ટેલના બે છાત્રો સહિત ત્રણ યુવાનોનું કારસ્તાન, જુઓ સીસીટીવીમાં

Update: 2020-02-07 13:39 GMT

રાજકોટ શહેરના પેલેસ રોડ પર વેઇટર સાથે

થયેલાં ઝગડાની રીસ રાખી ત્રણ યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. આ ગુનામાં પોલીસે

એમ.જી. હોસ્ટેલના બે વિદ્યાર્થી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ ભગવતી

ફાસ્ટ ફૂડ માં ત્રણ દિવસ પૂર્વે ત્રણ જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો જે સમગ્ર

ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી ક્યારે સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ક્રાઇમ

બ્રાન્ચની ટીમે એમ.જી હોસ્ટેલના બે વિદ્યાર્થી સહિત ત્રણ આરોપીની  ધરપકડ કરી

છે. આરોપીઓના નામ મોહસીનખાન મલેક, ધીરેનભાઈ માલકીયા અને અજય અમરશીભાઇ બેડવા

હોવાનું બહાર આવ્યું છે. ફાસ્ટફુડના વેઇટર સાથે કોઇ બાબતે ઝગડો થયાં બાદ બદલો

લેવાની ભાવનાથી તેમણે પથ્થરમારો કર્યો હોવાની કબુલાત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે. 

Tags:    

Similar News