રાજકોટ : નવરાત્રીમાં કલમ 370 આધારિત ગરબો બનાવતા કારીગરો

Update: 2019-09-25 07:21 GMT

નવલા નોરતા શરુ થવાને આડે હવે બસ ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે બંગાળી ગરબાથી માંડી કલમ 370 અને અખંડ ભારત લખેલા ગરબાઓ આર્કષણ જમાવવા સજજ બન્યાં છે.

કહેવાય છે કે ગરબાને પહેલા દીપગર્ભો ઘટ:. તરીકે ઓળખવામા આવતો હતો. જે બાદ દીપગર્ભોમાંથી દીપ શબ્દનો લોપ થઇને “ગર્ભો” અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થયો. નવરાત્રી દરમિયાન ગરબાને માતાજીનુ સ્વરુપ માનીને તેની પુજા કરવામા આવે છે. ઘરમા રાખવામાં આવતો ગરબાને આદ્યશક્તિની શક્તિ પુંજ સમાન ગણવામાં આવે છે. સમયાનુસાર ગરબાનુ સ્વરુપ બદલાયુ છે. તેની બનાવટની રીત પણ બદલાઈ છે. એક સમય હતો જ્યારે માત્ર કોઈ પણ જાતના કલર વગર લોકો માટીના ગરબાનુ સ્થાપન કરતા હતા. જે બાદ ગરબા પર કલર અને શણગારવાનુ કામ શરુ થયું છે. જુદા જુદા મીરર વર્ક કરવાના શરુ કરવામા આવ્યા. સાથે જ ભુતકાળમા મોદી ગરબા એ પણ બજારમા ધુમ મચાવી હતી. તાજેતરમા કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા આ વર્ષે ગરબામાં કલમ 370 અને અખંડ ભારત પણ લખવામા આવે છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મુકેશ વાડોલીયાએ જણાવ્યુ હતુ કે જે રીતે કેન્દ્ર સરકારે કડકાઈ પુર્વક નિર્ણય લીધો છે. ત્યારે સમાજના એક ભાગ રુપે અમે પણ આ પ્રકારનો કલમ 370 લખેલો ગરબો બનાવ્યો છે.

Tags:    

Similar News