રાજકોટ મનપાનુ વર્ષ 2019 - 20 માટે 2126કરોડનુ બજેટ મંજુર, 41 કરોડનો કરબોજ હટાવાયો

Update: 2019-02-11 11:23 GMT

રાજકોટ મહાનગરપાલિકામા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2019 - 2020માટેનુ ડ્રાફટ બજેટ રજુ કરવામા આવ્યુ હતુ. જે બાદ તેને અભ્યાસઅર્થે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામા આવ્યુ હતુ. ત્યારે આજરોજ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2126.10કરોડનુ બજેટ મંજુર કરવામા આવ્યુ હતુ. જે બજેટમા 41 કરોડનો કરબોજ હટાવવાામા આવ્યો છે. તો સાથે જ 15નવી યોજનાઓનો ઉમેરો પણ કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડ્રાફટ બજેટમા સુચવવામા આવેલ પાણી વેરો, ડ્રેનેજ, કન્ઝર્વન્સી, વાહન તથા પાર્કિંગ ચાર્જ વધારાની ભલામણ સ્ટેન્ડિંગ કમિટીએ નામંજુર કરી છે. તેમજ રાજકોટ શહેરમા 7 નવા અન્ડર - ઓવર બ્રિજ, 3 પાર્ટી પ્લોટ, જ્યુબેલી ગાર્ડન અને ગાંધી મ્યુઝીયમને જોડતો ફુટ ઓવરબ્રિજ તેમજ 3 નવી હાઈસ્કૂલો બનાવાવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

Tags:    

Similar News