રાજકોટ : ઉત્તરાયણના દિવસે થઇ જુથ અથડામણ, વિડીયો થયો વાયરલ

Update: 2020-01-15 10:56 GMT

રાજકોટ

શહેરમાં ઉત્તરાયણના દિવસે બે જુથ વચ્ચે થયેલી અથડામણનો વિડીયો વાઇરલ થયો છે. 

આપ જે

વિડીયો જોઇ રહયાં છો તે રાજકોટની આરએમસી વેસ્ટ ઓફિસ વિસ્તારનો હોવાનું મનાઇ રહયું

છે. વિડીયોમાં બે જુથના લોકો સામસામે પથ્થર અને બોટલોનો મારો ચલાવી રહયાં હોવાનું

દેખાઇ રહયું છે. બંને જુથના ટોળામાં મહિલાઓ પણ સામેલ છે. ઉત્તરાયણના દિવસે પતંગ

ચગાવતી વખતે થયેલાં ઝગડા બાદ મામલો બિચકયો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ તો સમગ્ર

મામલે થોરાળા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News