રાજકોટ : ભાજપના પૂર્વ MLAના ભત્રીજાએ ઝેરી દવા પી કર્યો આપઘાત, પિતા ખીરસરામાં ઉપસરપંચ

રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ MLA લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Update: 2023-04-15 09:50 GMT

રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ  MLA લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જો કે, ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી.

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે લોધિકા પોલીસે સ્થળ પર પહોંચી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પરિવારના આધારસ્તંભ યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રાજકોટના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા પુનિત ખીમજીભાઈ સાગઠિયા નામના યુવાને ગત સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સાગઠિયા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતક રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા લાખા સાગઠિયાનો ભત્રીજો હતો. પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભાઈ અને મૃતકના પિતા ખીમજીભાઈ ખીરસરા ગામના ઉપસરપંચ છે. ભત્રીજાએ ગત સાંજે પોતાના ઘરે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જો કે, પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભાઈ અને મૃતકના પિતા ખીમજીભાઈ ખીરસરા ગામના ઉપસરપંચ છે. ભત્રીજાએ ગત સાંજે પોતાના ઘરે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જો કે, કારણ અંગે પરિવારજનો અજાણ છે. મૃતક અપરિણીત હતો. પરિવારના આધારસ્તંભ એકના એક યુવાન પુત્રના મોતથી સાગઠિયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ લોધિકા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News