Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી

કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.

Update: 2023-08-14 12:33 GMT

15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી... આ દિવસ આપણા માટે ખાસ બની રહે છે. આ ખાસ દિવસની ઉજવણી લોકો સાથે કરવાની પણ એક અલગ જ મજા હોય છે. આ દિવસે લોકો ઘર, સ્કૂલ કે ઓફિસમાં ઝંડો ફરકાવતાં હોય છે. આ આપણા દેશ માટે એક ગૌરવની વાત કહેવાય. આ સાથે તમે કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું. આ રેસેપીની સાથે તમે ઉજવણી કરી શકશો.

ત્રિરંગી ઇડલી બનાવવાની સામગ્રી:-

· 175 ગ્રામ ચોખા

· 75 ગ્રામ અડદની દાળ

· 25 ગ્રામ ગાજરની પ્યુરી

· 25 ગ્રામ પાલકની પ્યુરી

· વ્હાઇટ ખીરું

· અડધી ચમચી સોડા

· સ્વાદ અનુસાર મીઠું

ત્રિરંગી ઇડલી બનાવવાની રીત:-

· ત્રિરંગી ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ દાળ અને ચોખાને 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખો.

· નિયત સમય પછી મિકસરમાં પીસી લો.

· હવે આ ખીરને 10 થી 12 કલાક માટે ઢાંકીને મૂકી દો. આમ કરવાથી આથો મસ્ત આવશે અને ઇડલી એકદમ પોચી બનશે.

· હવે ખીરું લો અને તેમાં મીઠું અને સોડા નાખીને મિક્સ કરો.

· પછી આ ખીરને અલગ અલગ બાઉલમાં નાખો

· ત્યાર બાદ એક બાઉલમાં પાલકની પેસ્ટ નાખીને ખીરું ગ્રીન બનાવી લો.

· એક બાઉલમાં ગાજરની પ્યુરી નાખી ખીરું ઓરેન્જ બનાવી લો અને બાઉલમાં માત્ર સફેદ ખીરું રાખો.

· આ બધી પ્રોસેસ થઈ જાય પછી ઇડલીનું કુકર લો અને એમાં પાણી ગરમ કરવા મૂકી દો.

· ત્યાર બાદ ઇડલીના મોલ્ડ લો તેમાં તેલની મદદથી ગ્રીસ કરો.

· પછી ત્રણેય ઇડલીના ખીરા માંથી બે બે મોલ્ડમાં મૂકી દો.

· 10 થી 15 મિનિટ પછી ચેક કરો કે ઇડલી થઈ ગઈ છે કે નહીં.

· ત્યાર બાદ ઇડલીને કાઢીને ઠંડી થવા દો અને ઇડલીને ચપુની મદદથી મોલ્ડમાંથી બહાર કાઢી લો. હવે તેને પ્લેટમાં લઈ લો. તો તૈયાર છે ત્રિરંગી ઇડલી.....   

Tags:    

Similar News