બાળકો માટે નાસ્તામાં બનાવો પનીર રોલ, સ્વાદ સાથે પોષણ પણ મળશે..

પનીર રોલ એક એવી વસ્તુ છે જે બાળકો ખૂબ જ ચાવથી ખાય છે. આ વાનગી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ બનાવવામાં પણ સરળ છે.

Update: 2023-06-02 12:30 GMT

પનીર રોલ એક એવી વસ્તુ છે જે બાળકો ખૂબ જ ચાવથી ખાય છે. આ વાનગી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ બનાવવામાં પણ સરળ છે. સવારનો સમય દરેક માટે ખૂબ જ વ્યસ્ત હોય છે. એવા સમયે નાસ્તો તૈયાર કરવા માટે વધુ સમય નથી હોતો. ત્યારે પનીર રોલ બનાવવો એકદમ સરળ છે. તો જાણી લો તેની રેસેપી.

પનીર રોલ બનાવવાની સામગ્રી

ઘઉંનો લોટ – 3 કપ

પનીર – 200 ગ્રામ (ટુકડા)

કેપ્સિકમ – 1 (ટુકડા)

ડુંગળી – 1 (ઝીણી સમારેલી)

ટામેટા – 1

વટાણા – અડધો કપ

જીરું – 1/2 ચમચી

મીઠું – સ્વાદ મુજબ

તેલ – જરૂર મુજબ

હળદર – અડધી ચમચી

કેચઅપ – સ્વાદ મુજબ

કોથમરી – જરૂર મુજબ

ગરમ મસાલો – 1/2 ચમચી

કાકડી અને ડુંગળીના ટુકડા – પાતળા કાપેલા

પનીર રોલ બનાવવાની રીત

પનીર રોલ બનાવવા માટે સૌ પ્રથમ ઘઉંનો લોટ બાંધી લો અને તેને સારી રીતે મસળી લો.

પછી એક કઢાઈમાં 2 ચમચી તેલ નાખો પછી તેલ ગરમ થઈ ત્યારે તેમાં જીરું નાખો.

હવે તેમાં ટામેટાં અને ડુંગળી નાખી ને થોડી વાર સાંતળો.

પછી આ મિશ્રણમાં શાકભાજી, ગરમ મસાલો, મીઠું અને હળદર નાખી થોડી વાર ઢાંકીને પકવો.

આ પછી તેમાં પનીરના ટુકડા ઉમેરી થોડી થોડી વારે હલાવતા રહો.

હવે ગેસ બંધ કરી તેમાં ધાણા ઉમેરો ફરી એકવાર મિક્સ કરો.

આ પછી તૈયાર કરેલ લોટનો બોલ બનાવો.

ત્યાર બાદ તેની રોટલી બનાવો.

રોટલી પર ટોમેટો સોસ લગાવો અને પછી પનીરનું મિશ્રણ ઉમેરો.

તેના પર કાકડી મૂકો અને રોટલીને વાળી લો.

તમારો પનીર રોલ તૈયાર છે.

Tags:    

Similar News