વ્રતમાં ખાવા માટે બનાવો આ ટેસ્ટી ફ્રુટ રાયતું, શરીરમાં જળવાઈ રહેશે એનર્જી

આ રાયતું ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને એનર્જી જળવાઈ રહે છે.

Update: 2023-03-25 10:26 GMT

આ રાયતું ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને એનર્જી જળવાઈ રહે છે. આ રાયતામાં સીઝનલ ફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે જે તમને ઉપવાસ દરમિયાન એનર્જી પૂરી પાડે છે. સાથે જ આ રાયતું ટેસ્ટી પણ છે જે તમારી ઉપવાસની વાનગીઓનો સ્વાદ વધારી દેશે.

ફ્રુટ રાયતુ બનાવવાની સામગ્રી

  1. દોઢ કપ તાજુ દહીં
  2. અડધું સફરજન
  3. એક ચમચી દાડમના દાણા
  4. બે ચમચી ખાંડ
  5. એક ચમચી શેકેલા જીરાનો પાવડર
  6. એક ચમચી ચાટ મસાલો
  7. ચપટી કાળા મરીનો પાવડર
  8. એક ચમચી ફુદીનાનો રસ
  9. સંચળ સ્વાદ અનુસાર
  •  ફ્રૂટ રાયતુ બનાવવાની રીત

રાયતુ બનાવવા માટે સૌથી પહેલા સફરજનને ધોઈ લેવું અને પછી તેના બારીક ટુકડા કરી લેવા. સફરજનના ટુકડા અને દાડમના દાણા ને એક બાઉલમાં અલગ રાખો. હવે એક મોટા બાઉલમાં દહીં લેવું અને તેને બરાબર ફેટી લેવું. દહી તાજુ હોય તે વાતનું ધ્યાન રાખવું સાથે જ દહીં ખાટું ન હોવું જોઈએ. દહીં બરાબર ફેટી લીધા પછી તેમાં ખાંડ ઉમેરો અને તેને બરાબર હલાવો જેથી ખાંડ બરાબર ઓગળી જાય. દહીંમાં ખાંડ ઓગળી જાય પછી તેમાં ફ્રુટ સહિતના મસાલા ઉમેરો. તૈયાર છે તમારું ટેસ્ટી ફ્રુટ રાયતું. આ રાઈતાને ઠંડુ સર્વ કરવાથી વધારે સ્વાદ આવે છે.

Tags:    

Similar News