રૂપાણીનો કોરોના પર "વિજય", સી.એમ.નો કોરોના ટેસ્ટ નેગેટિવ

Update: 2021-02-21 09:27 GMT

14 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન ઢળી પડ્યા હતા. બાદમાં તેમના સ્વાસ્થ્યની ચકાસણી માટે અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 15 ફેબ્રુઆરીએ તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે હવે એક અઠવાડિયાની અંદર મુખ્યમંત્રીએ કોરોનાને મ્હાત આપી છે. આજે (21 ફેબ્રુઆરી) તેમનો કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. 

CM રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરશે

તો બીજી તરફ આજે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. CM રૂપાણી સાંજે 5 વાગે રાજકોટ ખાતે મતદાન કરશે. PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે. આ માટે UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે. તેઓ કોરોનાની સારવાર માટે હાલ અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ છે, જોકે તેમનો હાલ કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

CM વિજય રૂપાણીએ ટ્વિટર મારફતે પાઠવ્યો સંદેશ કહ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 6 કોર્પોરેશનની 575 બેઠકો માટે અત્યારે મતદાન થઈ રહ્યું છે, મારી તમામ મતદારોને અપીલ છે કે તેઓ લોકશાહીના આ પર્વને મોટી સંખ્યામાં મતદાન કરીને અને કરાવીને સફળ બનાવે. મતદાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને માસ્ક પહેરીને જ કરવા સર્વે મતદાતાઓને અપીલ કરું છું.

https://twitter.com/vijayrupanibjp/status/1363338630110928896?s=20

Tags:    

Similar News